કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારના 10 હજાર કરોડના કૃષિ પેકેજ માટે ઓનલાઈન અરજી શરૂ…..

ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માં થયેલા ભારે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે તાજેતરમાં “કૃષિ રાહત પેકેજ-2025” જાહેર કર્યું છે.

કમોસમી વરસાદથી રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૨૫૧ તાલુકાઓના નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આ પેકેજ લાગુ કરવામાં આવ્યું છે.

મુદ્દાઓ વિગતો
પેકેજની કુલ રકમ ₹11,137 કરોડ (અગાઉના અને તાજેતરના પેકેજનો સમાવેશ)
અસરગ્રસ્ત જિલ્લા મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ સહિત કુલ 33 જિલ્લાના અસરગ્રસ્ત તાલુકા/ગામોનો સમાવેશ.
પાત્રતાનો માપદંડ 33% કે તેથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારને લાભ મળશે.
સહાયની મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
ચુકવણી પદ્ધતિ સહાયની રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફત સીધી ખેડૂતના બેન્ક ખાતામાં જમા થશે.

અરજી પ્રક્રિયા અને સમય મર્યાદા

અરજી શરૂ થવાની તારીખ: આજથી (શુક્રવાર, 14 નવેમ્બર, 2025) બપોરે 12:00 કલાકથી.

સમય મર્યાદા: પોર્ટલ આગામી 15 દિવસ સુધી કાર્યરત રહેશે.

મદદ: ખેડૂતો પોતાના ગામના VCE/VLE (ઈ-ગ્રામ ઓપરેટર) ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી ફી: ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.

અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી

ઓનલાઈન અરજી કરતા ખેડૂત અરજદાર ખેતરના મુખ્ય ખાતેદાર હોવા જરૂરી છે. અરજી પ્રક્રિયામાં ચોક્કસ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે, જેમ કે ગામ નમૂના 8-અ અને 7/12, તલાટી દ્વારા જારી કરવામાં આવેલ વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, સક્રિય મોબાઇલ નંબર અને બેંક ખાતાની સંપૂર્ણ માહિતી સાથે પાસબૂકની નકલ. દસ્તાવેજોની યોગ્ય નોંધ અને સત્યાપન પછી સહાયની પ્રક્રિયા ઝડપથી અમલમાં આવી શકે છે, જેને કારણે ખેડૂતોને રાહત મળવામાં સરળતા થશે.