2-3 ગણું કપાસનું ઉત્પાદન કરી આપતી શ્રી દાદા લાડ પદ્ધતિ

દાદા લાડ પદ્ધતિ

દાદા લાડ પદ્ધતિ : કપાસના છોડની નીચે જમીન પાસે ડાળી બે પ્રકારની હોય છે. મોનોફોડિયા ડાળી કપાસનો 70 ટકા ખોરાક ખાઈ જાય છે. ફુલ આવેલા ન હોય એવી ડાળી નીચેની કાપી લેવામાં આવે છે. આવી 3થી 5 ડાળી હોય છે.

જમીનને અડી રહેતાં પાંદડા કાપી કાઢવામાં આવે છે. ફુલ આવે ત્યારે કટીંગ – પુલીંગ કરી દેવામાં આવે છે. જેના પર ફૂલ હોય તે સીમ ફોડિયા ડીળીને એમને એમ રહેવા દેવી. તેને ફળાવ ડાળી કહેવામાં આવે છે.

ડાળખીઓ અને પાંદડા જમીન પર જ નાંખી દઈને તેનું આવરણ કરી દેવામાં આવે છે. ડાળી કાપવાનું એક એકર દીઠ રૂ. 1 હજારનું મજૂરી ખર્ચ આવે છે. તેનાથી ત્રણ ઘણું પાણી અને ખાતર ડાલી કાપી લેવાથી બચે છે.

40 કેરી રાખી ટોપીંગ કરો

એક કપાસના છોડ પર 40 કેરી – જીંડવા રહેવા દેવા. 3 ફૂટ વિકાસ થઈ જાય પછી 40થી 45 દિવસના કપાસમાં ટોપીંગ કરી દેવામાં આવે છે. ઉપરની સીધી સોટા જેવી ઊભી ડાળીનો વિકાસ કે વધતી બંધ કરાવી દેવા માટે ઉપરથી કાપી કાઢવામાં આવે છે.

ત્રણથી ચાર ફૂટ સુધી પહોંચે ત્યારે તેની ટોચ દૂર કરવી જરૂરી છે. પથારી અને ટપક સિંચાઇ પદ્ધતિ વાપરવી જોઈએ. મૃત ડાળીઓને દૂર કરવી અને જડમૂળ કરવી એ મહત્વનું કાર્ય છે. આ ઉપરાંત કપાસનું વાવેતર 90×30 સે.મી.ના અંતરે કરવું જોઈએ.

દાદા લાડ પદ્ધતિ થી એક એકરમાં છોડોની સંખ્યા વધે છે. સીધી જાય એવી વિકાસની ડાળી કપાસમાં હોય છે. જે છોડ ઉગ્યાના 40થી 45 દિવસમાં ટોચ પરથી કાપી નાંખવામાં આવે છે. તેથી જીંડવાંની સંખ્યા વધે છે, જીંડવાંનું વજન વધે છે.

દાદા લાડ પદ્ધતિ

સામાન્ય રીતે, કપાસના કાલાનું વજન 4થી 5 ગ્રામ જેટલું હોય છે, પણ આ પદ્ધતિમાં વજન 8થી 10 ગ્રામ જેટલું મળે છે આ રીતે 2-3 ગણું કપાસનું ઉત્પાદન થયા છે.

જો મેળવવું છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, તો જરૂર થી વાપરો....એગ્રીબોન્ડ ઓલ ઈન વન

ખરીદવા માટે અહીં ક્લિક કરો