ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

યોજનામાં મળવાપાત્ર સહાય ૧. ખર્ચ ના ૯૦% અથવા વધુ માં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર / પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.

૨. ખાતાદીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

અરજીની તારીખ 19/11/2025 થી 31/01/2026

અરજી કયા કરવાની રહેશે તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

બંધ કરી શકાય તેવો WhatsApp Pop-up (Image Icon)