શું તમે જાણો છો કે કઈ ગાય સૌથી વધારે દૂધ આપે છે? જો તમે આ નથી જાણતા તો આજે અમે આપને આ ગાયનું નામ જણાવીશું, સાથે જ આ ગાયની કેટલીક ખાસિયતો પણ અમે અહીં આપને જણાવીશું.
ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણા દેશમાં ગાયની પૂજા કરવામાં આવે છે અને તેની સંભાળ પણ ખૂબ જ સારી રીતે રાખવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં તમને દરેક ઘરોમાં ગાયો જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે કઈ ગાય સૌથી વધારે દૂધ આપે છે? જો તમે આ નથી જાણતા તો આજે અમે આપને આ ગાયનું નામ જણાવીશું, સાથે જ આ ગાયની કેટલીક ખાસિયતો પણ અમે અહીં આપને જણાવીશું.
સૌથી વધારે દૂધ આપતી ગાયનું નામ ‘ગીર ગાય’ છે. ગીર ગાયને ભારતની સૌથી વધારે દૂધ આપતી ગાય માનવામાં આવે છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં મળી આવે છે, તો રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ગીર ગાય જોવા મળે છે. તેની લોકપ્રિયતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશથી બ્રાઝિલ સુધી ફેલાઈ છે.
એવું કહેવાય છે કે ગીર ગાય એક દિવસમાં 30થી 50 લીટર સુધી દૂધ આપે છે. આ ગાય અન્ય ગાયની સરખામણીએ વધારે દૂધ આપવાની ક્ષમતા ધરાવતી ગાય છે. ગીર ગાયનું દૂધ ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. ગીર ગાય મુખ્યત્વે લાલ રંગની હોય છે. તેનું કપાળ પહોળું અને કાન લાંબા હોય છે. જ્યારે તેના શિંગડા લાંબા અને વળાંકવાળા હોય છે.
આ તો વાત થઈ સૌથી વધારે દૂધ આપતી ગાયની પરંતુ શું તમે વિશ્વની સૌથી મોંઘી ગાયનું નામ જાણો છો? મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યની નેલ્લોર પ્રજાતિની ગાયને વિશ્વની સૌથી મોંઘી ગાયનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેનું નામ વિયાતિના-19 (Vietna-19) છે. થોડા સમય પહેલા બ્રાઝિલમાં આ ગાયની કિંમત 43 લાખ ડોલર આંકવામાં આવી હતી. જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો છો, તો તે લગભગ 35 કરોડ રૂપિયા થશે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને વિશ્વની સૌથી મોંઘી ગાય જાહેર કરવામાં આવી છે.