વેધર અપડેટ / કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી જાણો આગામી 5 દિવસનું હવામાન

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો

બિયારણ વિશેની કોઈપણ માહિતી માટે નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. તમારા ખેતર માટે શ્રેષ્ઠ બીજ માટે આજે જ સંપર્ક કરો!  +918980010900

ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાને કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.

આજે 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે ગુજરાતના હવામાનની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના 13 જિલ્લાઓ – અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદના સમાચાર દરરોજ મેળવવા આપણા Whatsapp ગ્રુપમાં નીચે ક્લિક કરીને જોડાવો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now