Ikhedut – Gujarat State Portal

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો

Ikhedut – Gujarat State Portal : આઈ ખેડૂત પોર્ટલ યોજના ગુજરાત સરકાર દ્વારા ડિજીટલ સેવાઓ આપવામાં હાલમાં મોખરે છે. ખેડૂતો ઓનલાઈન અરજી ikhedut Portal પર સરળતાથી કરી શકે છે. જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે. વિભાગોની યાદી નીચે મુજબ છે.

ક્રમ વિભાગનું નામ
1 ખેતીવાડી ની યોજનાઓ
2 પશુપાલનની યોજનાઓ
3 બાગાયતી યોજનાઓ
4 મત્સ્ય પાલન ની યોજનાઓ
5 ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
6 આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
7 ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
8 સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
9 ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
10 ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

 

કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

➤સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.

➤જેમાં લાભાર્થીઓએ Ikhedut Portal ટાઈપ કરવાનું રહેશે.

➤Google માં જે પરિણામ આવે તેમાંથી Official વેબસાઈટ ખોલવી.

➤રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું.

➤જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

ikhedut Portal ટોલ–ફ્રી હેલ્પલાઇન દ્વારા

800-180-1551 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now