જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરુંની ખેતી સરળતાથી કરી શકાય છે.
જીરું વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક ફેરબદલી કરવી.
જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળું, સારી સ્ફુરણશકિત ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે.
તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો ૨-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.
ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરું પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.

