
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ગત તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવી હતી.
મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.19/12/2025થી 30/01/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેની સરળ રીત અહીં આપવામાં આવી છે.
વોટર પોર્ટલ પરથી કેવી રીતે જાણશો તમારું નામ છે કે નહીં
સ્ટેપ 1: https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પર ક્લિક કરો.
સ્ટેપ 2: રાજ્યમાં ગુજરાત સિલેક્ટ કરો.
સ્ટેપ 3: રિવિઝન વર્ષમાં 2026 સિલેક્ટ કરો.
સ્ટેપ 4: રોલ ટાઇપ્સમાં SIR FinalRoll 2026 સિલેક્ટ કરો.
સ્ટેપ 5: ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરો.
સ્ટેપ 6: એસેમ્બલી કોન્સ્ટિટ્યૂન્સીમાં તમારી વિધાનસભા બેઠક સિલેક્ટ કરો.
આટલુ કર્યાં બાદ તમને ભાષા પસંદગીનું પૂછશે અને એક કેપ્ચા( બોક્સમાં આપેલી વિગત) ટાઇપ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે વિધાનસભા બેઠક પસંદ કરી હશે તેના તમામ મતદાન બૂથની યાદી હશે. જેમાંથી તમારું નામ જે મતદાન બૂથમાં આવતું હોય તેને સિલેક્ટ કરીને તમે તમારું નામ છે કે નહીં તે ચકાસી શકો છો.
દરરોજ મેળવો તમામ પાકના ૧૦૦% સચોટ અને લાઈવ બજાર ભાવ!
વીઘા, એકર કે ગુંઠા? ગૂંચવણ છોડો અને વાપરો સ્માર્ટ Land Calculator App.
Ikhedut Portal 2026 : ખેડૂતો તૈયાર થઈ જાવ! 2026 ની 10 મોટી યોજનાઓનું લિસ્ટ જાહેર, જુઓ વિગતો.
PM કિસાન યોજનાને લઈને સમાચાર : ખેડૂતો માટે ખુશખબર! ફેબ્રુઆરીમાં આ તારીખે આવશે 22મો હપ્તો?