
PM કિસાન યોજનાને લઈને સમાચાર : ફેબ્રુઆરીમાં હપ્તો જારી થવાની શક્યતા, શું સરકાર વાર્ષિક ₹6,000 ની સહાય વધારશે? e KYC વગર અટકી શકે છે પૈસા, જાણો પ્રક્રિયા.
હપ્તો મેળવવા માટે જરૂરી કામ
જો તમે આ 3 કામ પૂરા નહીં કર્યા હોય, તો તમારો હપ્તો અટકી શકે છે:
e-KYC: પીએમ કિસાન પોર્ટલ પર જઈને OTP અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરવું ફરજિયાત છે.
આધાર સીડિંગ: તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.
લેન્ડ સીડિંગ (Land Seeding): તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપડેટેડ હોવા જોઈએ.
PM કિસાન યોજનાને લઈને સમાચાર
આગામી ફેબ્રુઆરી 2026 ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચા છે:
વાર્ષિક સહાય ₹6,000 થી વધારીને ₹8,000 કે ₹9,000 કરવામાં આવી શકે છે.
જો આમ થશે, તો દર 4 મહિને મળતો ₹2,000 નો હપ્તો વધીને અંદાજે ₹2,666 થઈ શકે છે.
મહિલા ખેડૂતો માટે આ સહાય ₹12,000 સુધી વધારવાની અટકળો પણ ચાલી રહી છે.
ખેડૂતો માટે ખુશખબર! ફેબ્રુઆરીમાં આ તારીખે આવશે 22મો હપ્તો?
પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર ચાર મહિને જારી કરવામાં આવે છે. અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો, ગત વર્ષે 19મો હપ્તો 24 February, 2025 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ, ફેબ્રુઆરી મહિનો આગામી 22મા હપ્તા માટે પ્રબળ માનવામાં આવે છે.