PM Kisan Yojana : આખરે સરકારે તારીખ જાહેર કરી આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે 2-2 હજાર રૂપિયા

દેશભરના ખેડૂતો જે જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે જાહેરાત આખરે સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. જી હા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

13 માર્ચે જમા થશે 22મો હપ્તો – PM Kisan Samman Nidhi Yojana ના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે કે અમારા અન્નદાતાઓનું સન્માન કરતાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવશે.

દર વખતે પીએમ કિસાન યોજનાનો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવે છે. એવામાં આગામી 13 માર્ચે પીએમ મોદી આસામના કોકરાઝાર જવાના છે. ત્યાંથી પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરવામાં આવશે.

ખેડૂતોએ કરવું પડશે આ કામ – ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમયસર મળી રહે તે માટે તેમણે e-KYC વેરિફિકેશન પૂર્ણ કરવું જોઈએ.

 

જો e-KYC નહીં કરાવ્યું હોય, તો 2000 રૂપિયાનો 22મો હપ્તો અટકી શકે છે. પીએમ કિસાન પોર્ટલ પર તમે OTP દ્વારા સરળતાથી e-KYC કરી શકો છો. સાથે જ તમે નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક e-KYC પણ કરાવી શકો છો.