
હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે સવારે સાત વાગ્યે જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આજે 19 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ (માવઠું) અને તેજ પવન ફૂંકાવવાની શક્યતા છે.
આજે કમોસમી વરસાદની આગાહી
આજે 19 માર્ચના રોજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની પ્રબળ શક્યતા છે. આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે.
આવતીકાલે કયા જિલ્લામાં વરસાદની આગાહી
20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે.
ખેડૂતો માટે સૂચના
કમોસમી વરસાદની આ આગાહીને ધ્યાને રાખીને, તૈયાર થયેલા રવી પાક (જેમ કે રાયડો, જીરું, ઘઉં અને ઉનાળુ બાજરી) ને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા ઢાંકી દેવા કૃષિ નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને માર્કેટ યાર્ડમાં માલ લાવતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે.
હવામાનની સચોટ માહિતી મેળવવા માટે નીચે મુજબની એપ્લિકેશનો ખૂબ જ ઉપયોગી અને વિશ્વસનીય છે, જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
એપ્લિકેશ ડાઉનલોડ કરવાની રીત
તમારા ફોનમાં Google Play Store ખોલો.
ઉપર સર્ચ બારમાં જે-તે એપનું નામ (દા.ત. “Mausam” અથવા “Skymet” અથવા “AccuWeathe” અથવા “Windy”) લખો.
એપ પર ક્લિક કરી ‘Install’ બટન દબાવો.
ટીપ: હંમેશા ખાતરી કરો કે તમે તમારા ફોનમાં ‘Location’ (લોકેશન) ચાલુ રાખ્યું છે, જેથી એપ્લિકેશન તમારા વિસ્તારનું ચોક્કસ હવામાન બતાવી શકે.