
ગેસ સિલિન્ડર ઘરે બેઠા બુક કરાવવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. તમે નીચે મુજબની રીતોમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને તમારો સિલિન્ડર બુક કરી શકો છો.
WhatsApp દ્વારા LPG Booking
બધી મુખ્ય ગેસ કંપનીઓએ WhatsApp નંબર જાહેર કર્યા છે. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ‘Hi’ અથવા ‘Book’ લખીને મેસેજ કરવાનો રહેશે.
Indane (IOC): 75888 88824
HP Gas: 92222 01122
Bharat Gas (BPCL): 1800 22 4344
મોબાઈલ એપ દ્વારા LPG Booking
જો તમે ડિજિટલ પેમેન્ટ એપ્સ વાપરતા હોવ, તો ત્યાંથી બુકિંગ સાથે પેમેન્ટ પણ થઈ શકે છે.
Google Pay / PhonePe / Paytm: Recharge & Pay Bills સેક્શનમાં જઈને Gas Cylinder વિકલ્પ પસંદ કરો. તમારી કંપની (Indane, HP, Bharat) પસંદ કરી તમારો કન્ઝ્યુમર નંબર અથવા મોબાઈલ નંબર નાખીને બુક કરી શકાય છે.
UMANG App: આ સરકારી એપ પરથી પણ ગેસ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.
મિસ્ડ કોલ દ્વારા LPG Booking
જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો માત્ર એક મિસ્ડ કોલથી પણ બુકિંગ થઈ શકે છે.
Indane: 84549 55555
HP Gas: 94936 02222
Bharat Gas: 77109 55555
SMS દ્વારા LPG Booking
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ચોક્કસ ફોર્મેટમાં મેસેજ મોકલીને પણ ગેસ બુક કરાવી શકાય છે. (દરેક રાજ્ય માટે આ નંબર અલગ-અલગ હોઈ શકે છે જે તમારી ગેસ ડાયરી પર લખેલો હશે).
ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
બુકિંગ હંમેશા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ કરવાનો આગ્રહ રાખવો.
ઓનલાઈન પેમેન્ટ કરવાથી ઘણીવાર કેશબેક અથવા ડિસ્કાઉન્ટ જેવી ઓફર્સ પણ મળતી હોય છે.
શું તમને ખબર છે? માત્ર એક WhatsApp મેસેજથી પણ ગેસ સિલિન્ડર બુક થઈ શકે છે
વીઘા, એકર કે ગુંઠા? ગૂંચવણ છોડો અને વાપરો સ્માર્ટ Land Calculator App.
તમારા ગામ ના સરપંચ હવે નહીં કરી શકે ગોલમાલ : ગ્રામ પંચાયતની ગ્રાન્ટ, કામો તેની સંપૂર્ણ વિગત મેળવો ઘરે બેઠા.
FREE માં બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો બેઠા.
આજના બજાર ભાવ દરરોજ 100% સાચા બજાર ભાવ જાણો અહીં...