મોટી જાહેરાત! RTE હેઠળ ધોરણ 1 માં મફત એડમિશન શરૂ, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

rte admission gujarat

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા RTE (Right to Education) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ માટેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે.

📅 મહત્વની તારીખો (Admission Schedule)

વિગત તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 04 એપ્રિલ 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026
ડોક્યુમેન્ટ વેરિફિકેશન (જિલ્લા કક્ષાએ)
એપ્રિલના અંત સુધીમાં
પ્રથમ રાઉન્ડ લોટરી (અંદાજિત)
મે 2026 ના પ્રથમ સપ્તાહમાં

🔍 મુખ્ય ફેરફારો અને યોગ્યતા આવક મર્યાદામાં વધારો:

આ વર્ષનો સૌથી મોટો ફેરફાર એ છે કે વાલીઓ માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. આનાથી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈ શકશે.

ઉંમર મર્યાદા: 1 જૂન, 2026 ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોવી ફરજિયાત છે.

શાળાની પસંદગી: આ વખતે વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની મનપસંદ શાળાની શિફ્ટ (સવાર કે બપોર) પણ જોઈ શકશે.

📄જરૂરી દસ્તાવેજો (Documents Checklist)

ફોર્મ ભરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા:

બાળકનો જન્મનો દાખલો.

બાળક અને માતા-પિતાનું આધાર કાર્ડ.

મામલતદાર અથવા TDO દ્વારા અપાયેલ આવકનો દાખલો.

રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઈટ બિલ અથવા ભાડાકરાર).

બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો.

જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો).

બેંક પાસબુકની નકલ (બાળક અથવા વાલીની).

💻 ફોર્મ ક્યાં ભરવું?

તમારે સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.