ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી ૭ દિવસ તારીખ : 8 ઓગસ્ટ (શનિવાર) થી 14 ઓગસ્ટ (શુક્રવાર) માટેની જિલ્લાવાર હવામાન આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગની મુખ્ય આગાહીઓ
IMD ની PDF રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે:
IMD વિવિધ તીવ્રતા દર્શાવવા માટે ૪ પ્રકારના કલર કોડનો ઉપયોગ કરે છે:
લીલો (Green): સામાન્ય હવામાન – કોઈ ચેતવણી નથી.
પીળો (Yellow): સાવચેત રહો (Be Aware) – હવામાનમાં ફેરફાર શક્ય છે.
નારંગી (Orange): તૈયાર રહો (Be Prepared) – ભારે વરસાદ કે વાવાઝોડાની શક્યતા.
લાલ (Red): પગલાં લો (Take Action) – અત્યંત જોખમી હવામાન, પૂર કે જાનમાલના નુકસાનની શક્યતા.



