શું PM કિસાનના ₹2000 નથી આવ્યા? ચિંતા છોડો! આ નંબર પર ફોન કરો અને જાણો તમારું સ્ટેટસ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આર્થિક મદદ કરવા અને તેમની સ્થિતિ સુધારવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ) લાગુ કરી છે. આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે.આ પૈસાથી ખેડૂતો તેમની ખેતી સુધારી શકે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે.

સત્તાવાર હેલ્પલાઈન નંબરો

સરકારે ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે આ નંબરો આપ્યા છે

PM-Kisan Helpline No: 155261 / 011-24300606

Toll Free No: 1800115526

ધ્યાન રાખો: આ નંબરો પર ફરિયાદ કરવાથી તમારી વિગતો તપાસવામાં આવશે, પરંતુ એવું નથી કે ફોન કરતાની સાથે જ “તરત” ખાતામાં પૈસા આવી જાય. જો તમારી પાત્રતા (Eligibility) સાચી હશે, તો જ પ્રક્રિયા બાદ પૈસા જમા થશે.

પૈસા ન આવવાના મુખ્ય કારણો

મોટાભાગે નીચેની ભૂલોને કારણે પૈસા અટકી જતા હોય છે.

e-KYC: જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું.

Land Seeding: તમારા બેંક ખાતા સાથે જમીનનું રેકોર્ડ લિંક ન હોય.

Aadhaar Linking: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક (NPCI Mapping) ન હોય.

ભૂલભરેલી વિગતો: નામ, જેન્ડર કે આધાર નંબરમાં સ્પેલિંગની ભૂલ.

સાવચેતી: સોશિયલ મીડિયા કે અજાણ્યા મેસેજમાં આવતા કોઈ પણ વ્યક્તિગત નંબર પર ફોન કરીને તમારી અંગત વિગતો કે OTP આપવો નહીં. હંમેશા સરકારી વેબસાઇટ કે ગ્રામ પંચાયતની કચેરીનો સંપર્ક કરવો.