
ઈ-ગ્રામ સ્વરાજ (e-Gram Swaraj) એ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું એક શક્તિશાળી ડિજિટલ પ્લેટફોર્મ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોના કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવાનો છે.
ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવે છે, કયા કામો મંજૂર થયા છે અને કેટલા પૈસા વપરાયા છે, તેની પારદર્શક માહિતી મેળવવા માટે ભારત સરકારની e-GramSwaraj App અને પોર્ટલ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.
e-GramSwaraj App
પારદર્શિતા: પંચાયતને મળેલા ફંડ અને તેના વપરાશની વિગતો સામાન્ય નાગરિક જોઈ શકે છે.
વિકાસ આયોજન: ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) નું અમલીકરણ અને ટ્રેકિંગ.
ડિજિટલ રિપોર્ટિંગ: પંચાયતના કામકાજનું ઓનલાઇન રિપોર્ટિંગ અને હિસાબ રાખવો.
પંચાયત પ્રોફાઇલ: તમારા ગામની પંચાયતના સભ્યો અને સરપંચની વિગત.
નાણાકીય વિગતો: પંચાયતને કેટલું બજેટ મળ્યું અને કયા કામ પાછળ કેટલો ખર્ચ થયો.
કામની પ્રગતિ: ગામમાં ચાલી રહેલા વિકાસના કામો (જેમ કે રસ્તા, ગટર, લાઈટ) અત્યારે કયા સ્ટેજ પર છે.
e-GramSwaraj App Grant Check Online
પંચાયતને મળેલી કુલ ગ્રાન્ટ.
ચાલુ વર્ષમાં કયા કામોનું આયોજન (Planning) કરવામાં આવ્યું છે.
કયા કામો પાછળ કેટલો ખર્ચ થયો છે તેની વિગત.
વિકાસ કામોની પ્રગતિ (Ongoing/Completed projects).
e-GramSwaraj App
સરકારે આ માટે e-GramSwaraj App નામની મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે.
તમે પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકો છો.
તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને તમે ઘરે બેઠા જ પંચાયતનો રિપોર્ટ કાર્ડ જોઈ શકો છો.
e-Gram Swaraj App માહિતી જોવાની રીત
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
Select Local Body: સૌ પ્રથમ તમારું રાજ્ય (Gujarat) પસંદ કરો.
District/Block: ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો અને છેલ્લે તમારી ગ્રામ પંચાયત પસંદ કરો.
Financial Year: જે વર્ષની વિગતો જોવી હોય તે વર્ષ (દા.ત. 2025-26) પસંદ કરો.
Submit: સબમિટ કર્યા પછી તમને ER Details (ચૂંટાયેલા સભ્યોની યાદી), Approved Activities (મંજૂર થયેલા કામો) અને Financial Progress (ખર્ચની વિગત) જોવા મળશે.