PM કિસાન યોજના: તમારો હપ્તો આવ્યો કે નહીં? આ રીતે ઘરે બેઠા ચેક કરો નવી યાદી અને સ્ટેટસ

PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’ ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને વર્ષે ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.

ઘણા ખેડૂત ભાઈઓને ખબર નથી હોતી કે તેમનો હપ્તો જમા થયો છે કે નહીં, અથવા ગામની નવી ઓનલાઈન યાદીમાં તેમનું નામ છે કે નહીં. જો તમે પણ તમારું સ્ટેટસ કે ગામની લિસ્ટ જોવા માંગો છો, તો આ આર્ટિકલમાં તેની સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ સ્ટેપ્સમાં આપવામાં આવી છે.

પીએમ કિસાનનો હપ્તો (Status) કેવી રીતે જુઓ?

તમારા ખાતામાં ₹૨,૦૦૦ નો હપ્તો જમા થયો છે કે નહીં તે કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર જોવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.

હોમ પેજ પર જમણી બાજુ આપેલા ‘Know Your Status’ (તમારું સ્ટેટસ જાણો) ઓપ્શન પર ક્લિક કરો.

હવે તમારો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને સ્ક્રીન પર આપવો કેપ્ચા કોડ બોક્સમાં ટાઈપ કરો.

ત્યારબાદ ‘Get Data’ બટન પર ક્લિક કરો. તમારી સામે અત્યાર સુધીના તમામ હપ્તાનું સ્ટેટસ ખુલી જશે.

નોંધ: જો તમને રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય, તો ‘Know your registration number’ પર ક્લિક કરી, તમારા મોબાઈલ અથવા આધાર નંબર દ્વારા ઓટીપી (OTP) વેરીફાય કરીને મેળવી શકો છો.

લાભાર્થીઓની યાદીમાં નામ (Name List) કેવી રીતે જુઓ?

તમારા આખા ગામમાંથી કયા કયા ખેડૂતોના નામ નવી યાદીમાં સામેલ છે તે જોવા માટે નીચે મુજબની રીત અપનાવો:

પીએમ કિસાન પોર્ટલ પર જઈને Beneficiary List ના ઓપ્શન પર ક્લિક કરો.

હવે ક્રમશઃ તમારી વિગતો પસંદ કરો:

State (રાજ્ય): Gujarat પસંદ કરો.

District (જિલ્લો): તમારો જિલ્લો પસંદ કરો.

Sub-District (તાલુકો): તમારો તાલુકો પસંદ કરો.

Block: તમારો બ્લોક પસંદ કરો.

Village (ગામ): તમારું ગામ પસંદ કરો.

બધી વિગત પસંદ કર્યા પછી Get Report બટન પર ક્લિક કરો. તમારા ગામના તમામ પાત્ર ખેડૂતોનું લિસ્ટ ખુલી જશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.

હપ્તો અટકી ન જાય તે માટે આ 3 કામ ખૂબ જ જરૂરી છે

જો તમારા ખાતામાં હપ્તો ન આવતો હોય, તો તેનું મુખ્ય કારણ નીચેનામાંથી કોઈ એક હોઈ શકે છે. આ વિગતો તમારા સ્ટેટસમાં ‘Yes’ હોવી ફરજિયાત છે:

e-KYC (ઈ-કેવાયસી): આ પ્રક્રિયા ફરજિયાત છે. તમે પોર્ટલ પરથી ઓટીપી દ્વારા અથવા નજીકના સીએસસી (CSC) સેન્ટર પર જઈ બાયોમેટ્રિક અંગૂઠો લગાવીને આ કરાવી શકો છો.

Land Seeding (જમીન જોડાણ): તમારા આધાર કાર્ડ સાથે તમારા જમીનના રેકોર્ડ (૭/૧૨ અને ૮-અ) લિંક હોવા જોઈએ.

Aadhaar Seeding (બેંક ખાતા સાથે આધાર): તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તેમાં DBT (Direct Benefit Transfer) ઓપ્શન ચાલુ હોવો જોઈએ.

પીએમ કિસાન હેલ્પલાઇન નંબર (Helpline Numbers)

જો તમને ફોર્મ ભરવામાં, ઇ-કેવાયસી કરવામાં કે હપ્તો મેળવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય, તો તમે સરકારના સત્તાવાર હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરીને મદદ મેળવી શકો છો:

ટોલ ફ્રી નંબર (Toll Free): 1800-115-526

પીએમ કિસાન હેલ્પલાઇન: 155261 / 011-24300606

ઓફિશિયલ ઈમેલ આઈડી: pmkisan-ict@gov.in