કપાસ ક્રાંતિ મિશન 2026 : હેક્ટર દીઠ રૂ. 14,000 ની સીધી સહાય, જાણો અરજી પ્રક્રિયા અને વાવેતર નિયમો

આપણા દેશમાં કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા વધે તેમજ વિદેશથી આયાત ઘટાડી શકાય, તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ મિશન શરૂ કરાયું છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને જૂની પદ્ધતિ છોડીને નવી વૈજ્ઞાનિક ગાઢ વાવેતર પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ખેતીનો ખર્ચ ઘટે અને નફો વધે.

વાવેતર પદ્ધતિ અંતર (હાર x છોડ) સહાય રકમ
ગાઢ વાવેતર (HDPS) ૩ ફૂટ x ૧ ફૂટ 14,000 રૂપિયા
મધ્યમ અંતર (ICM) ૩ ફૂટ x ૨ ફૂટ 7,500 રૂપિયા

 

પાત્રતા અને શરતો

મહત્તમ મર્યાદા: એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટર (આશરે ૧૨.૫ વીઘા) જમીન સુધી જ સહાય મળી શકશે.

માન્ય બિયારણ: સરકાર દ્વારા માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર Bt કપાસના બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ.

ફાર્મર રજિસ્ટ્રી: લાભાર્થી ખેડૂતે પોતાનું ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) કરાવેલું હોવું અનિવાર્ય છે.

પાત્રતા: ચાલુ સિઝનમાં નક્કી કરેલા અંતરે વાવેતર કર્યું છે અથવા કરવાના છે, તે તમામ ખેડૂતો આ સહાય માટે પાત્ર ગણાશે.

તાલીમ માર્ગદર્શન: આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમો યોજાશે.

અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે!

પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોએ 10 જુલાઈ, 2026 થી સરકારના ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.