રૂની આયાત ડ્યુટી રદ, કપાસના ભાવમાં ઘટાડો – જાણો આજે અલગ અલગ યાર્ડના ભાવ

વિદેશમાંથી થતી રૂની આયાત ઉપરની ડ્યુટી આગામી 31 ડિસેમ્બર 2025 સુધી રદ કરવામાં આવી છે. આથી આ ચાર મહિના દરમિયાન વિદેશમાંથી રૂની આયાત વધશે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાંથી મોટા પ્રમાણમાં રૂની આયાત ભારતમાં થાય એવી સંભાવના છે.

આયાત ડ્યુટી રદ થયા બાદ રૂ ગાંસડીના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.55100ની સપાટી જોવા મળી રહી છે. બે સપ્તાહમાં રૂ ગાંસડીના ભાવમાં રૂ.1700 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.